સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૭

સરકીટ નિરીક્ષકો કઈ રીતે આપણને મદદ આપે છે?

સરકીટ નિરીક્ષકો કઈ રીતે આપણને મદદ આપે છે?

મલાવી

પ્રચારનું ગ્રૂપ

પ્રચારકાર્ય

વડીલોની સભા

ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્ર અનેક વાર બાર્નાબાસ અને પ્રેરિત પાઊલ વિશે જણાવે છે. તેઓ પહેલી સદીમાં પ્રવાસી નિરીક્ષકો તરીકે મંડળોની મુલાકાત લેતા. શા માટે? મંડળના ભાઈ-બહેનો માટે તેઓને ખરેખર ચિંતા હતી. પાઊલે જણાવ્યું કે ભાઈઓ ઈશ્વરભક્તિમાં કેવું કરે છે, એ જાણવા તે ‘પાછા જઈને તેઓની મુલાકાત’ લેવા માંગતા હતા. ભાઈઓને મળીને તેઓની શ્રદ્ધા વધારવા લાંબી મુસાફરી કરવા તે તૈયાર હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૬) આજે પણ પ્રવાસી નિરીક્ષકો એવું જ કરવા ચાહે છે.

તેઓ આપણને ઉત્તેજન આપવા આવે છે. દરેક સરકીટ નિરીક્ષક લગભગ વીસેક મંડળની વારાફરતી એક અઠવાડિયાની મુલાકાતે જાય છે. વર્ષમાં તે દરેક મંડળને બે વાર મળે છે. આ ભાઈઓના અને જો તેઓ પરણેલા હોય, તો તેઓની પત્નીના અનુભવોમાંથી આપણને ઘણું શીખવા મળે છે. તેઓ મંડળમાં નાનાં-મોટાં બધાને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તેઓ આપણી સાથે બાઇબલ અભ્યાસ અને પ્રચારમાં જવા આતુર હોય છે. આ ભાઈઓ, વડીલો સાથે મંડળના સભ્યોની મુલાકાત લઈને ઉત્તેજન આપે છે. ઉપરાંત, તેઓ સભાઓ અને સંમેલનોમાં ઉત્તેજનભર્યાં પ્રવચન આપે છે, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૫.

તેઓ બધા ભાઈ-બહેનોમાં રસ બતાવે છે. સરકીટ નિરીક્ષકો એ જાણવા આતુર હોય છે કે યહોવાની ભક્તિમાં મંડળો કેવું કરે છે. તેઓ મંડળના વડીલો અને સહાયક સેવકો સાથે મળીને જુએ છે કે મંડળે કેવી પ્રગતિ કરી છે. પછી, તેઓને મંડળની જવાબદારીઓ ઉપાડવા જરૂરી સલાહ-સૂચનો આપે છે. તેઓ પાયોનિયરોને તેઓના સેવાકાર્યમાં સફળ થવા મદદ આપે છે. પ્રવાસી નિરીક્ષકોને મંડળમાં આવતા નવા નવા લોકોને મળવાનું અને તેઓના અનુભવો સાંભળવાનું ગમે છે. આ દરેક ભાઈઓ રાજી-ખુશીથી આપણા લાભ માટે ‘સાથે કામ કરનારા’ છે. (૨ કોરીંથી ૮:૨૩) આપણે તેઓની શ્રદ્ધા અને ભક્તિભાવનું અનુકરણ કરવું જોઈએ.—હિબ્રૂ ૧૩:૭.

  • સરકીટ નિરીક્ષકો શા માટે મંડળોની મુલાકાત લે છે?

  • તેઓની મુલાકાતથી તમને કેવો લાભ થશે?