સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

યહુદી મંદિરના રક્ષકો કોણ હતા? તેઓ શું કામ કરતા?

અમુક લેવીઓ યાજકો ન હતા. તેઓ મંદિરમાં બીજાં ઘણાં કામો કરતા, જેમ કે તેઓ રક્ષકો તરીકે સેવા આપતા. તેઓનું કામ આજના જમાનાના પોલીસો જેવું હતું. મંદિરના રક્ષકોના અધિકારી તેઓને કામ સોંપતા. રક્ષકોના કામ વિશે યહુદી લેખક ફિલો જણાવે છે: ‘એમાંના અમુક લેવીઓ મંદિરના એ દરવાજાઓ પર ચોકી કરતા, જ્યાંથી લોકો આવતા. બીજા લેવીઓ પવિત્રસ્થાન આગળ ચોકી કરતા. તેઓ ધ્યાન રાખતા કે જે લોકોને પવિત્રસ્થાનની અંદર જવાની પરવાનગી ન હોય, તેઓ ભૂલેચૂકે પણ અંદર ન જાય. અમુક રક્ષકો વારાફરતી રાત-દિવસ મંદિરના વિસ્તારમાં પહેરો ભરતા.’

ન્યાયસભાના સભ્યો જરૂર પડે ત્યારે એ રક્ષકોની મદદ લઈ શકતા. રોમન સરકારે ફક્ત એ જ યહુદી રક્ષકોને હથિયારો રાખવાની છૂટ આપી હતી.

બાઇબલના નિષ્ણાત જોઆકીમ યારીમિયાસ સમજાવે છે કે ‘અધિકારીઓએ ઈસુને પકડ્યા ત્યારે, ઈસુએ તેઓને કહ્યું કે તે મંદિરમાં શીખવતા હતા ત્યારે કેમ તેમને પકડવામાં આવ્યા નહિ. (માથ. ૨૬:૫૫) એ શબ્દોથી જોવા મળે છે કે એ અધિકારીઓ મંદિરના રક્ષકો હતા એટલે ઈસુએ તેઓને એમ પૂછ્યું હતું.’ એ નિષ્ણાત માને છે કે જેઓ ઈસુને અગાઉ પકડવા આવ્યા હતા, તેઓ પણ મંદિરના રક્ષકો હતા. (યોહા. ૭:૩૨, ૪૫, ૪૬) ઈસુના શિષ્યોને ન્યાયસભામાં લાવવા મંદિરના રક્ષકો અને તેઓના અધિકારીને મોકલવામાં આવ્યા હતા. કદાચ મંદિરના રક્ષકો જ પ્રેરિત પાઊલને મંદિરમાંથી ઘસડી લઈ ગયા હતા.—પ્રે.કા. ૪:૧-૩; ૫:૧૭-૨૭; ૨૧:૨૭-૩૦.