સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઢગલો પૈસાથી જીવનમાં શાંતિ મળે?

શું ઢગલો પૈસાથી જીવનમાં શાંતિ મળે?

શું ઢગલો પૈસાથી જીવનમાં શાંતિ મળે?

સોનિયા સ્પેનમાં જન્મી હતી. તે નાની હતી ત્યારે તેની મમ્મી સાથે યહોવાહના સાક્ષીઓની મિટિંગમાં જતી હતી. પણ મોટી થયા પછી તે નોકરી કરવા લંડન ગઈ. તે શેરબજારમાં બ્રોકર તરીકે કામ કરતી હતી.

સોનિયાને તેનું કામ ખૂબ જ ગમતું. તે ઘણા ક્લાયન્ટના પૈસા ઇન્વેસ્ટ કરતી હતી. આમ તે ઘણું કમાતી. સોનિયા ૧૮ કલાક કામ કરતી. અમુક વાર ફક્ત બે કે ત્રણ કલાક સૂતી હતી. સોનિયા માટે તેની જોબ જ જીવન હતું. પણ અચાનક એક પલમાં તેનું જીવન બદલાઈ ગયું. તેને ટેન્શનભર્યા કામને લીધે સ્ટ્રોક થયો. એ વખતે તે ત્રીસ વર્ષની જ હતી.

સોનિયાને શરીરે એક બાજુ લકવો મારી ગયો હતો. ડૉક્ટરોને પણ આશા ન હતી કે તે કદી બોલી શકશે. આ સમાચાર મળતા તેની મમ્મી તરત જ લંડન આવી. સમય જતાં સોનિયાની તબિયતમાં સુધારો થયો. તે થોડું ઘણું ચાલવા લાગી. એટલે તેની મમ્મીએ તેને કહ્યું: ‘હું મિટિંગમાં જઉં અને તું એકલી રહે એ સારું નથી, તું પણ મારી સાથે આવ.’ સોનિયા મિટિંગમાં જવા રાજી થઈ ગઈ.

સોનિયા કહે છે, ‘હું મિટિંગમાં ગઈ ત્યારે ઘણા બધા મને મળવા આવ્યા. પ્રેમથી વાત કરી. મેં મિટિંગમાં જે પણ સાંભળ્યું એ બધું મને સાચું લાગ્યું. એટલે મારે બાઇબલમાંથી વધારે શીખવું હતું. મેં એક બહેન સાથે બાઇબલમાંથી શીખવાનો નિર્ણય લીધો. મંડળમાં મારા નવા મિત્રોએ ખૂબ પ્રેમથી મારી કાળજી રાખી. જ્યારે કે મારા જૂના દોસ્તો મને ભૂલી ગયા હતા.’

સમય જતાં, સોનિયા ફરીથી બોલવા લાગી. તે બાઇબલમાંથી ઈશ્વર વિષે ઘણું શીખી. એક વર્ષમાં જ તે યહોવાહની સાક્ષી બની. મંડળના તેના ઘણા મિત્રો દરરોજ ઈશ્વરનો સંદેશો ફેલાવતા હતા. તેઓની ખુશી જોઈને સોનિયાને પણ એમ કરવું હતું. તે કહે છે, ‘હું યહોવાહ માટે બનતું બધું કરવા માંગતી હતી.’ હવે, સોનિયા પણ દરરોજ ઈશ્વરનો સંદેશો ફેલાવે છે.

સોનિયાને પોતાના અનુભવમાંથી શું શીખવા મળ્યું? તે કહે છે, ‘હું ઢગલો પૈસા કમાતી હતી પણ હંમેશા ચિંતામાં ડૂબેલી રહેતી. જોબ ગુમાવી દેવાનું મને હંમેશા ટેન્શન રહેતું હતું. પણ હવે મને સમજાયું કે યહોવાની ભક્તિ કરવી એજ જીવનમાં સૌથી મહત્ત્વનું છે. મને જીવનમાં ખરી શાંતિ મળી છે.’

બાઇબલ જણાવે છે: ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.’ (૧ તીમો. ૬:૧૦) સોનિયાને પણ પોતાના અનુભવ પરથી આ શબ્દો સાચા લાગે છે. (w09 9/1)