સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુઓ, શું બની રહ્યું છે!

આગ ઝરતી ગરમીનો દુનિયાભરમાં સપાટો—બાઇબલ શું કહે છે?

આગ ઝરતી ગરમીનો દુનિયાભરમાં સપાટો—બાઇબલ શું કહે છે?

 જુલાઈ, ૨૦૨૨માં દુનિયા ફરતે રેકોર્ડ તોડ ગરમી નોંધાઈ:

  •   “ચીનના અધિકારીઓએ આ મહિને બીજી વાર ૭૦ જેટલા શહેરોમાં કાળઝાળ ગરમી પડશે એવી ચેતવણી આપી.”—૨૫ જુલાઈ, ૨૦૨૨, સીએનએન વાયર સર્વિસ.

  •   “યુરોપમાં તાપમાનનો પારો ઊંચે ચડ્યો હોવાથી, ઘણા દેશોના જંગલોમાં ભયાનક આગ ફાટી નીકળી.”—૧૭ જુલાઈ, ૨૦૨૨, ધ ગાર્ડિયન.

  •   “યુનાઈટેડ સ્ટેટ્‌સનાં પૂર્વ, દક્ષિણ અને મધ્યપશ્ચિમના વિસ્તારોમાં આકરી ગરમી પડી હતી. એના કારણે રવિવારે ઘણાં શહેરોમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો હતો.”—૨૪ જુલાઈ, ૨૦૨૨, ધ ન્યુયોર્ક ટાઇમ્સ.

 આ બધાનો શું અર્થ થાય? શું આખરે આ પૃથ્વી રહેવા લાયક નહિ રહે? બાઇબલ શું કહે છે?

શું વધતી જતી ગરમી વિશે બાઇબલમાં કોઈ ભવિષ્યવાણી છે?

 હા. બાઇબલમાં આપણા સમય વિશે જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, એમાં ગરમી વિશે પણ જણાવ્યું છે. જેમ કે ઈસુએ કહ્યું હતું કે આપણે “ડરાવી નાખતા બનાવો” અને “ભયંકર બનાવો” જોઈશું. (લૂક ૨૧:૧૧; ઈઝી ટુ રીડ વર્ઝન) આખી દુનિયામાં વધતી જતી ગરમીને કારણે ઘણા લોકોને ડર છે કે આવું જ ચાલ્યું તો પૃથ્વી રહેવા લાયક રહેશે નહિ.

શું આ પૃથ્વી રહેવા લાયક નહિ રહે?

 ના. ઈશ્વરે પૃથ્વીને એ રીતે બનાવી છે કે માણસો ત્યાં હંમેશ માટે રહી શકે. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬; સભાશિક્ષક ૧:૪) તે માણસોને પૃથ્વીનો નાશ કરવા દેશે નહિ. એના બદલે ‘જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરશે.’—પ્રકટીકરણ ૧૧:૧૮.

 ચાલો બે ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપીએ, જે બતાવે છે કે ઈશ્વરે પૃથ્વી વિશે કયા વચનો આપ્યા છે:

  •   “વેરાન પ્રદેશ અને સૂકી ભૂમિ આનંદ કરશે. ઉજ્જડ પ્રદેશ ખુશી મનાવશે અને કેસરની જેમ ખીલી ઊઠશે.” (યશાયા ૩૫:૧) ઈશ્વર એને ઉજ્જડ થવા દેશે નહિ. પૃથ્વીને ઘણું નુકસાન થયું છે, ઈશ્વર એ પણ સુધારશે.

  •   “તમે પૃથ્વીની સંભાળ લો છો. તમે એને મબલક પાક આપો છો, એને રસાળ બનાવો છો” (ગીતશાસ્ત્ર ૬૫:૯) ઈશ્વર પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવી દેશે.

 વધતા તાપમાનથી કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થાય છે, એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો “શું આપણું જીવન જોખમમાં છે?

 પૃથ્વી કઈ રીતે સુંદર બગીચા જેવી બની જશે એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો “પૃથ્વીને ફક્ત પરમેશ્વર જ બચાવશે