સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોડું તું કરશે નહિ! (૨૦૨૩ મહાસંમેલનનું ગીત)

મોડું તું કરશે નહિ! (૨૦૨૩ મહાસંમેલનનું ગીત)

(હબાક્કૂક ૨:૩)

ડાઉનલોડ:

  1. ૧. હાથે તેં ગૂંથી, પ્રેમથી તેં સજી

    તારી ધીરજે, આ ધરતીને ઘડી

    રોનક ધરતીની, ખીલી ઊઠશે ને

    ધબકાર ધરતીનો, ધબકશે ચારેકોર

    (ટેક)

    વ્હાલા ભગવાન મારા, ભરોસો છે મને

    મોડું તું કરશે નહિ

    રાહ જોઉં છું તારી હું, દિવસ આવશે તારો

    ધીરજ દે મને આજે,

    હું વાટ જોઉં તારી

  2. ૨. દુઃખોના દહાડા, હવે રહેશે નઈ

    ભગવાન તો આપણાં, આંસુ નાખે લૂછી

    મોતની ઊંઘમાંથી, સૌ જાગી ઊઠશે

    મને પણ દઈ દે, ધીરજ તારા જેવી

    (ટેક)

    વ્હાલા ભગવાન મારા, ભરોસો છે મને

    મોડું તું કરશે નહિ

    રાહ જોઉં છું તારી હું, દિવસ આવશે તારો

    ધીરજ દે મને આજે,

    હું વાટ જોઉં તારી

  3. ૩. સમયની કૂચમાં, હું નહિ થાકું

    હું જાણું છું કે, ધીરજનાં ફળ મીઠાં

    કાગની ડોળે હું, તારી રાહ જોઉં છું

    નાના-મોટાને, જણાવું નામ તારું

    (ટેક)

    વ્હાલા ભગવાન મારા, ભરોસો છે મને

    મોડું તું કરશે નહિ

    રાહ જોઉં છું તારી હું, દિવસ આવશે તારો

    ધીરજ દે મને આજે,

    હું વાટ જોઉં તારી

    ધીરજ ભગવાન દે મને!

(કોલો. ૧:૧૧ પણ જુઓ.)