સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સોશિયલ મીડિયા પર તમે કોને દોસ્ત બનાવશો?

સોશિયલ મીડિયા પર તમે કોને દોસ્ત બનાવશો?

દોસ્ત એને કહેવાય જેઓ વચ્ચે લાગણી હોય, પ્રેમ હોય અને માન હોય. દાખલા તરીકે, દાઉદે ગોલ્યાથને મારી નાખ્યો, એ પછી દાઉદ અને યોનાથાનની દોસ્તી પાકી થઈ ગઈ. (૧શ ૧૮:૧) તેઓમાં સારા ગુણો હતા એટલે તેઓ દોસ્ત બન્યા. એનાથી શું શીખવા મળે છે? એ જ કે દોસ્તી કરવા એકબીજાને ઓળખવા બહુ જરૂરી છે. પણ એમ કરવા સમય અને મહેનત લાગે છે. સોશિયલ મીડિયા પર એક ક્લિકથી હજારો “દોસ્ત” બનાવી શકીએ છીએ, પણ તેઓ સાચા દોસ્ત હોતા નથી. તેઓ પોતાની ઓળખ છુપાવે છે. તેઓ બીજાઓના દિલ જીતવા મીઠી મીઠી વાતો કરે છે. એટલે સોશિયલ મીડિયા પર સમજી-વિચારીને દોસ્ત બનાવવા જોઈએ. જો તમને એવી કોઈ વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે જેને તમે સારી રીતે ઓળખતા નથી, તો તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરશો. એવું ના વિચારશો કે તેને ખોટું લાગશે. અમુક લોકો સોશિયલ મીડિયાના જોખમોથી બચવા એને વાપરતા નથી. જો તમે સોશિયલ મીડિયા વાપરવાનું વિચારતા હોવ, તો શાનું ધ્યાન રાખશો?

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:

  • સોશિયલ મીડિયા પર ફોટા મૂકતા કે કંઈક લખતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ?

  • તમારે કેમ સમજી-વિચારીને દોસ્ત બનાવવા જોઈએ?

  • સોશિયલ મીડિયા પાછળ કેટલો સમય વાપરશો એ કેમ પહેલેથી નક્કી કરવું જોઈએ?—એફે ૫:૧૫, ૧૬