સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?

શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?

 અમેરિકામાં રોગ નિયંત્રણ અને નિવારણ માટેનાં કેન્દ્રો દ્વારા ૧૫થી ૧૯ વર્ષનાં છોકરા-છોકરીઓનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. એ ઇન્ટરવ્યૂથી જાણવા મળ્યું કે લગભગ ૫૦ ટકા છોકરા-છોકરીઓ મુખમૈથુન a કરતા હતાં. શાર્લિન અઝમ નામની લેખિકાએ કહ્યું: “જો તમે તરુણો સાથે [મુખમૈથુન વિશે] વાત કરો, તો તેઓ કહેશે કે એમાં કોઈ મોટી વાત નથી. હકીકતમાં તેઓ એને સેક્સ ગણતા જ નથી.”

 તમે કેવો જવાબ આપશો?

 અહીં આપેલા સવાલોના જવાબ “હા” કે “ના”માં આપો.

  1.  ૧. શું મુખમૈથુનથી છોકરી ગર્ભવતી થઈ શકે?

    1.  ક. હા

    2.  ખ. ના

  2.  ૨. શું મુખમૈથુનથી કોઈ બીમારી થાય છે?

    1.  ક. હા

    2.  ખ. ના

  3.  ૩. શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?

    1.  ક. હા

    2.  ખ. ના

 સાચા જવાબો

 તમારા જવાબો અહીં આપેલા જવાબો સાથે સરખાવો.

  1.  ૧. શું મુખમૈથુનથી છોકરી ગર્ભવતી થઈ શકે?

     જવાબ: ના. એ કારણે ઘણા લોકોને લાગે છે કે મુખમૈથુનથી કોઈ નુકસાન નથી થતું.

  2.  ૨. શું મુખમૈથુનથી કોઈ બીમારી થાય છે?

     જવાબ: હા. મુખમૈથુન કરનાર વ્યક્તિને હીપેટાઇટિસ (એ અથવા બી), ગુપ્તાંગ પર થતા મસા, ગોનોરિયા, હર્પિસ, એચ.આઇ.વી. અને સિફીલીસ જેવી બીમારીઓ થાય છે.

  3.  ૩. શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?

     જવાબ: હા. જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિનાં જાતીય અંગોને અડકે છે, તો એ જાતીય સંબંધ બાંધવા જેટલું જ ગંભીર છે.

 ઈશ્વરના વિચારો જાણવા કેમ જરૂરી છે?

 ચાલો બાઇબલમાંથી અમુક કલમો જોઈએ, જે આપણને મુખમૈથુન વિશે ઈશ્વરના વિચારો જાણવા મદદ કરશે.

 પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “ઈશ્વરની એવી ઇચ્છા છે કે તમે . . . વ્યભિચારથી દૂર રહો.”—૧ થેસ્સાલોનિકીઓ ૪:૩.

 બાઇબલમાં જ્યારે ‘વ્યભિચાર’ શબ્દ આવે છે, ત્યારે તે કુંવારાઓ વચ્ચેના જાતીય સંબંધોને અને લગ્‍ન બહારના જાતીય સંબંધોને બતાવે છે. એમાં મુખમૈથુન, ગુદામૈથુન અને હસ્તમૈથુનનો પણ સમાવેશ થાય છે. વ્યભિચારી વ્યક્તિનો યહોવા સાથેનો સંબંધ જોખમમાં મુકાય છે અને તેણે બીજાં ખરાબ પરિણામો પણ ભોગવવાં પડી શકે છે.—૧ પિતર ૩:૧૨.

 પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “વ્યભિચારી પોતાના શરીરને અપવિત્ર કરે છે.”—૧ કોરીંથીઓ ૬:૧૮.

 મુખમૈથુન કરવાથી તબિયત બગડી શકે છે અને ઈશ્વર સાથેનો સંબંધ તૂટી શકે છે. એટલું જ નહિ, વ્યક્તિ નિરાશ પણ થઈ શકે છે. એક અંગ્રેજી પુસ્તક કહે છે: ‘વ્યભિચાર કર્યા પછી વ્યક્તિ અમુક વાર પસ્તાય છે અને તેને લાગે છે કે તેનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. વ્યક્તિ વ્યભિચાર કરે, મુખમૈથુન કરે કે ગુદામૈથુન કરે, તે એવી જ લાગણીઓ અનુભવે છે.’

 પવિત્ર શાસ્ત્ર શું કહે છે? “હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમારા લાભ માટે શીખવું છું.”—યશાયા ૪૮:૧૭.

 શું તમે માનો છો કે સેક્સ વિશે ઈશ્વરે આપેલા નિયમોથી તમારું ભલું થાય છે? કે પછી તમને એવું લાગે છે કે એનાથી તમારી આઝાદી છીનવાઈ જાય છે? એ સવાલોના જવાબ મેળવવા એક હાઈવેનો વિચાર કરો, જેના પર બહુ બધી ગાડીઓ છે, ગતિ મર્યાદા બતાવતાં બોર્ડ, ટ્રાફિક સિગ્‍નલ અને થોભોની નિશાનીઓ છે. શું એ સિગ્‍નલ અને નિશાનીઓથી તમારી આઝાદી છીનવાય છે કે પછી તમારું રક્ષણ થાય છે? જો તમે અને બીજા ગાડીવાળાઓ એના પર ધ્યાન નહિ આપો, તો શું થઈ શકે છે?

ટ્રાફિકના નિયમોથી તમારી આઝાદી પર રોક લાગે છે, પણ એનાથી તમારું રક્ષણ થાય છે. એવી જ રીતે, ઈશ્વરના નિયમો તમારા પર અમુક રોક લગાવે છે, પણ એ તમારી સુરક્ષા માટે છે

 એ જ વાત ઈશ્વરના નિયમો વિશે પણ સાચી છે. જો તમે ઈશ્વરના નિયમોની અવગણના કરશો, તો જે વાવશો, એ જ લણશો. (ગલાતીઓ ૬:૭) એક અંગ્રેજી પુસ્તક કહે છે: ‘જો તમે તમારી માન્યતાઓ અને સંસ્કારોને નેવે મૂકી દેશો અને એવાં કામો કરશો જે તમારી નજરે યોગ્ય નથી, તો તમે તમારી જ નજરમાંથી ઊતરી જશો.’ એને બદલે, જો તમે ઈશ્વરના નિયમો પાળશો, તો તમારું ચારિત્ર શુદ્ધ રહેશે અને તમારું અંતઃકરણ પણ સાફ રહેશે.—૧ પિતર ૩:૧૬.

a એક વ્યક્તિ બીજાનાં જાતીય અંગોને જીભ કે મોંથી પંપાળીને તેને ઉત્તેજિત કરે, એને મુખમૈથુન કહેવાય.