સ્કીપ ટુ કન્ટેન્ટ

આજના દિવસની બાઇબલ કલમ

આજના દિવસની બાઇબલ કલમ

દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાં તમને દરરોજની એક બાઇબલ કલમ અને એની સમજણ જોવા મળશે. એને દરરોજ વાંચવાથી તમે બાઇબલના સારા વિચારો જાણી શકશો. એનાથી દિવસની શરૂઆત સારા અને ઉત્તેજન મળે એવા વિચારોથી કરી શકશો.

જોકે, કલમ અને એની સમજણ દિવસના કોઈ પણ સમયે વાંચી શકાય. પણ, ઘણાને એ દિવસની શરૂઆતમાં વાંચવું વધારે ઉપયોગી લાગે છે. તેઓ આખો દિવસ એ વિચારો પર મનન કરી શકે છે. જો તમારું કુટુંબ હોય, તો સાથે મળીને આ શાસ્ત્રવચનો પર ચર્ચા કરવાથી ઘણો લાભ થઈ શકે છે.

દરરોજનું વચન તમે વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાંથી વાંચી શકો છો. અથવા આખા વર્ષની PDF ફાઈલ ડાઉનલોડ કરી શકો છો. PDF ફાઈલમાં એ જ જાણકારી છે, જે છાપેલી પુસ્તિકામાં છે.