સ્કીપ ટુ કન્ટેન્ટ

બીજાઓને મદદ કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

બીજાઓને મદદ કરવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બીજાઓને મદદ કરવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ. પણ એ રાજીખુશીથી અને સારા ઇરાદાથી કરવું જોઈએ. એમ કરવાથી મદદ લેનાર અને મદદ આપનાર બંનેને ખુશી મળશે. (નીતિવચનો ૧૧:૨૫; લૂક ૬:૩૮) ઈસુએ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.

 કેવા પ્રકારની મદદથી ઈશ્વર ખુશ થાય છે?

 મદદ કરવાના હેતુથી જ્યારે આપણે રાજીખુશીથી કંઈક આપીએ છીએ, ત્યારે ઈશ્વર ખુશ થાય છે. બાઇબલમાં લખ્યું છે, “દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું. તેણે આનાકાનીથી અથવા ફરજને લીધે આપવું નહિ, કેમ કે જે રાજીખુશીથી આપે છે, તેને ઈશ્વર ચાહે છે.”—૨ કોરીંથીઓ ૯:૭, ફૂટનોટ.

 દિલથી બીજાઓને મદદ કરવી એ આપણી “ભક્તિ”નો એક ભાગ છે, જેને ઈશ્વર સ્વીકારે છે. (યાકૂબ ૧:૨૭) જ્યારે એક વ્યક્તિ જરૂરિયાતવાળા લોકોને ઉદારતાથી મદદ કરે છે, ત્યારે તેઓની સંભાળ રાખવામાં તે એક રીતે ઈશ્વર સાથે ખભેખભા મિલાવીને કામ કરે છે. (નીતિવચનો ૧૯:૧૭) બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વર એવા નેક કામને યાદ રાખશે અને એનું ઇનામ આપશે.—લૂક ૧૪:૧૨-૧૪.

 કેવા પ્રકારની મદદથી ઈશ્વર ખુશ નથી થતા?

 જ્યારે એક વ્યક્તિ સ્વાર્થ માટે બીજાઓની મદદ કરે છે, પુણ્યનાં કામ કરે છે, ત્યારે ઈશ્વર ખુશ નથી થતા. જેમ કે,

 ઈશ્વર ધિક્કારે છે એવાં કામો કે વલણ માટે બીજાઓને પૈસેટકે મદદ કરીએ છીએ ત્યારે, ઈશ્વર ખુશ નથી થતા. દાખલા તરીકે, એવી વ્યક્તિને પૈસા આપવા ખોટું કહેવાશે જે જુગાર, ડ્રગ્સ કે દારૂ પર પૈસા ઉડાવતી હોય. (૧ કોરીંથીઓ ૬:૯,૧૦; ૨ કોરીંથીઓ ૭:૧) એવી જ રીતે, જો કોઈ વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવી શકતી હોય, પણ એમ કરતી ન હોય, તો તેને મદદ કરવી યોગ્ય નહિ કહેવાય.—૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૦.

 આપણે બીજાઓને એટલી હદે મદદ કરીએ કે પોતાનું કુટુંબ બાજુએ રહી જાય ત્યારે, ઈશ્વર ખુશ નથી થતા. બાઇબલ શીખવે છે કે કુટુંબના શિરે પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. (૧ તિમોથી ૫:૮) જો તે બીજાઓની બહુ મદદ કરે અને દાનધર્મ કરે પણ તેના પોતાના કુટુંબે તંગી સહન કરવી પડે, તો એ યોગ્ય નહિ કહેવાય. ઈસુ પૃથ્વી હતા ત્યારે, તેમણે એવા લોકોને ધિક્કાર્યા જેઓ પોતાનાં વૃદ્ધ માતા-પિતાની જવાબદારી લેતા ન હતા અને કહેતા હતા કે તેઓની બધી સંપત્તિ તો “ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે.”—માર્ક ૭:૯-૧૩.