રશિયા
સતાવણીથી ડરીએ નહિ
૨૦૧૯ની વાર્ષિક સભામાં નિયામક જૂથના ભાઈ માર્ક સેન્ડરસને એક પ્રવચન આપ્યું હતું. એનો વિષય હતો, “આપણે કોનાથી ડરવું જોઈએ?” એ પ્રવચનમાં આ નાનકડો વીડિયો બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં રશિયાના કેટલાક ભાઈ-બહેનોના અનુભવ બતાવવામાં આવ્યા હતા, જેઓ પર ઘણો જુલમ થયો હતો.
દિમિત્રી મિહાઇલોવનો અનુભવ
૨૯ મે, ૨૦૧૮ના દિવસે ભાઈ મિહાઇલોવને પકડી લેવામાં આવ્યા. તેમને કેટલાક મહિનાઓ સુધી કેદમાં રાખવામાં આવ્યા. ભાઈ પોતાના અનુભવમાં જણાવે છે કે યહોવા અને તેમની વહાલી પત્નીના સાથને લીધે તે કઈ રીતે બધું સહન કરી શક્યા. તે એ પણ જણાવે છે કે બીજા કેદીઓને બાઇબલના શિક્ષણ વિશે જણાવવાથી કઈ રીતે તે મનની શાંતિ અને આનંદ જાળવી રાખી શક્યા.
તગાનરોગમાં યહોવાના સાક્ષીઓ પર ફરી મુકદમો—અન્યાયનો અંત ક્યારે આવશે?
રશિયામાં શું શાંતિ ચાહનારા ૧૬ સાક્ષીઓને પોતાની શ્રદ્ધાને લીધે કેદ થશે?