સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨ | શાસ્ત્રમાંથી દિલાસો મેળવો

૨ | શાસ્ત્રમાંથી દિલાસો મેળવો

પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: “વર્ષો અગાઉ શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું હતું, એ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતું. આપણી પાસે આશા છે, કેમ કે શાસ્ત્ર આપણને ધીરજ ધરવા મદદ કરે છે અને ઉત્તેજન આપે છે.”—રોમનો ૧૫:૪.

એ શાસ્ત્રવચનનો શું અર્થ થાય?

વારંવાર નિરાશ કરતા વિચારો આવે ત્યારે, બાઇબલ વાંચવાથી દિલાસો મળે છે અને એવા વિચારોને મનમાંથી કાઢી નાખવા મદદ મળે છે. બાઇબલમાંથી એ આશા પણ મળે છે કે બહુ જલદી જ ડર, હતાશા, ચિંતા અને નિરાશ કરતી લાગણીઓ રહેશે જ નહિ.

આપણે શું કરી શકીએ?

આપણે ક્યારેક ને ક્યારેક ઉદાસ થયા હોઈશું કે નિરાશાની લાગણીઓ અનુભવી હશે. પણ જેઓ વારંવાર વધારે પડતી ચિંતા (ઍંગ્ઝાયટિ) અથવા ડિપ્રેશન અનુભવતા હોય છે, તેઓ કદાચ દરરોજ ઉદાસ રહેતા હોય છે. તેઓને બાઇબલ કઈ રીતે મદદ કરી શકે?

  • બાઇબલમાં એવી વાતો લખી છે, જે વાંચવાથી આપણે નિરાશ કરતી બાબતો વિશે વિચારવાને બદલે સારી વાતો પર મન લગાડી શકીએ છીએ. (ફિલિપીઓ ૪:૮) એમ કરવાથી આપણને દિલાસો અને રાહત મળે છે. એટલું જ નહિ, પોતાની લાગણીઓ પર કાબૂ પણ મેળવી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૯૪:૧૮, ૧૯.

  • ઘણી વાર આપણે પોતાને નકામા સમજવા લાગીએ, પણ બાઇબલની મદદથી આપણે પોતાના વિચારો બદલી શકીએ છીએ.—લૂક ૧૨:૬, ૭.

  • બાઇબલના ઘણા અહેવાલોથી ખાતરી મળે છે કે આપણે એકલા નથી. આપણને બનાવનાર ઈશ્વર આપણી સાથે છે અને તે આપણી લાગણીઓ સારી રીતે સમજે છે.—ગીતશાસ્ત્ર ૩૪:૧૮; ૧ યોહાન ૩:૧૯, ૨૦.

  • બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વર એવી બધી જ કડવી યાદોને હંમેશ માટે મિટાવી દેશે જેનાથી આપણને દુઃખ થાય છે. (યશાયા ૬૫:૧૭; પ્રકટીકરણ ૨૧:૪) એ વચનને યાદ કરવાથી વારંવાર હેરાન-પરેશાન કરતી લાગણીઓ અને વિચારો સામે લડવા હિંમત મળે છે.