સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આફતથી ઘેરાયેલી દુનિયામાં

૧ | તમારી તંદુરસ્તી સાચવો

૧ | તમારી તંદુરસ્તી સાચવો

એ કેમ જરૂરી છે?

આપણા પર કોઈ મુશ્કેલી કે આફત આવી પડે ત્યારે, એની અસર કોઈને કોઈ રીતે આપણી તંદુરસ્તી પર પડે છે.

  • લોકોમાં સ્ટ્રેસ વધે છે. જો લોકો લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહે, તો બીમારીનું જોખમ વધી જાય છે.

  • અમુક વિસ્તારમાં આફત આવે છે ત્યારે, ત્યાં ઘણા લોકો બીમાર પડે છે અથવા તેઓને ઈજા થાય છે. હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ જાય છે અને બધાને સારવાર મળવી પણ મુશ્કેલ થઈ જાય છે.

  • લોકોનાં કામધંધા બંધ થઈ જાય છે. અરે, નોકરીઓ પણ છૂટી જાય છે. એના લીધે લોકો પાસે દવાઓ અને ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવાના પૈસા પણ નથી હોતા.

તમે શું ધ્યાનમાં રાખી શકો?

  • તમે કદાચ ગંભીર બીમારી અને સ્ટ્રેસના કારણે બરાબર વિચારી ન શકો. તમારી તંદુરસ્તીનું ધ્યાન પણ ન રાખી શકો. એના લીધે તમે વધારે બીમાર પડી શકો.

  • તમે પોતાની સંભાળ નહિ રાખો અને યોગ્ય સારવાર નહિ લો, તો તમારી તબિયત વધારે બગડી શકે છે. એટલે સુધી કે તમારો જીવ પણ જોખમમાં આવી શકે છે.

  • તમે તંદુરસ્ત હશો તો આફતોના સમયે પણ બરાબર વિચારી શકશો અને સારા નિર્ણયો લઈ શકશો.

  • તમે ભલે અમીર હોવ કે ગરીબ, તંદુરસ્તી સાચવવી એ તમારા હાથમાં છે.

તમે હમણાં શું કરી શકો?

એક સમજુ માણસ મુશ્કેલીથી બચવા અમુક પગલાં ભરી શકે. એવી જ રીતે, તમે પણ બીમારીથી બચવા પોતાને અને પોતાના ઘરને ચોખ્ખું રાખી શકો. એના વિશે એક કહેવત પણ છે, સારવારથી ભલી સાવચેતી.

આન્દ્રે * કહે છે, “હું અને મારી પત્ની પોતાની અને ઘરની સાફ-સફાઈનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. એમ કરવાથી અમારે હૉસ્પિટલના ચક્કર કાપવા નથી પડતા અને અમારા પૈસા પણ બચી જાય છે.”

^ આ મૅગેઝિનમાં અમુક નામ બદલ્યાં છે.