સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આફતથી ઘેરાયેલી દુનિયામાં

૪ | આશાનો દીવો સળગતો રાખો

૪ | આશાનો દીવો સળગતો રાખો

એ કેમ જરૂરી છે?

દુનિયામાં વધતી જતી તકલીફોને લીધે લોકોને ચિંતા થવા લાગી છે. એની અસર તેઓની તંદુરસ્તી પર પડે છે. તેઓ નિરાશ થઈ જાય છે. અમુક લોકોને તો આશાનું કોઈ કિરણ દેખાતું નથી. એવા સમયે તેઓ શું કરે છે?

  • અમુક લોકોએ તો ભાવિ વિશે વિચારવાનું જ છોડી દીધું છે.

  • અમુક લોકો પોતાની ચિંતાઓને ભૂલવા દારૂ અને ડ્રગ્સનો સહારો લે છે.

  • અમુક લોકોની તો જીવવાની ઇચ્છા જ મરી ગઈ છે. તેઓ કહે છે, “જીવીને શું કરવાનું?”

તમે શું ધ્યાનમાં રાખી શકો?

  • સમય જતાં કદાચ તમારી તકલીફો ઓછી થઈ જાય અથવા પૂરેપૂરી દૂર થઈ જાય.

  • તમારી તકલીફો દૂર ન થાય, તોપણ એનો સામનો કરવા તમે કંઈક તો કરી જ શકો.

  • બાઇબલમાં સોનેરી ભાવિની આશા આપી છે. એમાં જણાવ્યું છે કે બહુ જ જલદી આપણી બધી જ તકલીફો હંમેશ માટે દૂર થઈ જશે.

તમે હમણાં શું કરી શકો?

શાસ્ત્રમાં લખ્યું છે: “તમે આવતી કાલની કદી પણ ચિંતા ન કરો. આવતી કાલે હજુ બીજી ચિંતાઓ હશે. આજના માટે આજની તકલીફો પૂરતી છે.”—માથ્થી ૬:૩૪.

કાલની ચિંતામાં તમારી આજ ખરાબ ન કરો. કાલના વિશે વિચારતા રહેવાથી તમે આજના કામો પણ નહિ કરી શકો.

જો તમે વિચાર્યા જ કરશો કે આવું થઈ જશે કે તેવું થઈ જશે, એનાથી તો ફક્ત તમારો સ્ટ્રેસ વધશે. તમે એક સારા ભાવિની આશા ગુમાવી બેસશો.

બાઇબલ આપે છે સોનેરી ભવિષ્યની આશા

પહેલાંના સમયના એક ઈશ્વરભક્તે કહ્યું, “તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે, એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) એનો શો અર્થ થાય?

રાતના ઘોર અંધકારમાં આપણી પાસે દીવો હોય, તો આપણે સહેલાઈથી ચાલી શકીએ છીએ. એવી જ રીતે, ઈશ્વરનું વચન બાઇબલ દીવા જેવું છે. એમાં આપેલી સલાહ પાળવાથી આપણે ડગલેને પગલે યોગ્ય નિર્ણયો લઈ શકીશું.

જેમ પ્રકાશની મદદથી આપણે આગળનો રસ્તો જોઈ શકીએ છીએ. એવી જ રીતે, બાઇબલની મદદથી આગળના સમયમાં શું થવાનું છે એ જાણી શકીએ છીએ.