સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્વ દુઃખોનો અંત આવે તો કેવું સારું!

સર્વ દુઃખોનો અંત આવે તો કેવું સારું!

સર્વ દુઃખોનો અંત આવે તો કેવું સારું!

કિયોના પપ્પાને મારી નાખવામાં આવ્યા ત્યારે તેના દુઃખની શરૂઆત થઈ. તેના પપ્પાએ બીજાની મકાઈના ખેતરમાં ગાયોને ચરવા દીધી હોવાથી તેમને મારી નાખવામાં આવ્યા. પછી તેની મમ્મી અને બે બહેનોને પણ મારી નાખવામાં આવ્યા. તેઓ સર્વ કંબોડિયામાં ‘ખમેર રુઝ’ રાજના ભોગ બન્યાં હતા. થોડા સમય પછી જમીનમાં દાટેલા સુરંગથી કિયો ઘાયલ થયો. કોઈ મદદ કરશે એ આશાથી તેણે જંગલમાં ૧૬ દિવસ વિતાવ્યા. છેવટે તેનો પગ કાપવો પડ્યો. કિયોનું જીવન ઝેર જેવું થઈ ગયું. તેણે કહ્યું: ‘મારે મરી જવું છે.’

આજે બધા પર કોઈને કોઈ સમયે દુઃખ આવે છે. જેમ કે કુદરતી આફત, બીમારી, અપંગતા અને ગુનાની અસર. આવી આફતો ગમે ત્યારે કોઈના પણ જીવનમાં ત્રાટકે છે. સમાજસેવા કરતી સંસ્થાઓએ દુઃખ અટકાવવા કે દૂર કરવા તનતોડ મહેનત કરી છે. પણ એનું કોઈ પરિણામ આવ્યું?

ભૂખમરો દૂર કરવાનો દાખલો લઈએ. ટોરોંટો સ્ટાર છાપાં મુજબ કુદરતી આફતોના લીધે ઘણા જ લોકોએ ઘરબાર ગુમાવ્યા છે. અરે, તેઓને ખાવાના પણ ફાંફાં પડે છે. એ અહેવાલ આગળ જણાવે છે કે ‘સમાજસેવા કરતી સંસ્થાઓ ભૂખમરો દૂર કરવા સખત મહેનત કરે છે. પણ વધતી જતી હિંસાને કારણે તેઓની મહેનત પર પાણી ફરી વળે છે.’

નેતાઓ, સમાજસેવકો અને આગળ પડતા તબીબી આગેવાનોએ દુઃખ દૂર કરવા પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા છે. પરંતુ તેઓ એમાં નિષ્ફળ ગયા છે. આર્થિક રીતે મદદ આપતી ગોઠવણો પણ ગરીબી મિટાવી શકી નથી. બીમારી મિટાવતી દવા, જાત-જાતની રસી અને ઑપરેશન કરવાની કળામાં ઘણી પ્રગતિ થઈ છે. તોપણ ડૉક્ટરો બીમારીને જડમૂળથી કાઢી શક્યા નથી. અરે, દેશમાં શાંતિ જાળવવા મદદ કરતા અધિકારીઓ અને પોલીસ પણ વધી રહેલા ગુનાઓ સામે લાચાર બની જાય છે.

એટલે સવાલ થાય છે: ‘શા માટે આટલું બધું દુઃખ? શું મનુષ્યના દુઃખોની ઈશ્વરને કંઈ પડી છે?’ લાખો લોકોને બાઇબલમાંથી દિલાસો આપતા એના જવાબ મળ્યા છે. ચાલો એ આપણે પણ જોઈએ. (g11-E 07)