સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકલા રહેવું પડે ત્યારે શું કરી શકો?

એકલા રહેવું પડે ત્યારે શું કરી શકો?

 શું તમારે બીજાઓથી અલગ રહેવું પડે છે? જો હા, તો તમે પવિત્ર શાસ્ત્રના એક લેખક જેવું અનુભવી રહ્યા છો: “હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છું.” (ગીતશાસ્ત્ર ૧૦૨:૭) એકલા રહેવાને લીધે એટલે કે આઇસોલેશનને લીધે ઊભી થતી મુશ્કેલીઓનો સામનો કરવા, બાઇબલની સલાહો તમને મદદ કરી શકે.

 ઈશ્વરની નજીક જાઓ

 કદાચ તમે એકબીજાને મળી ના શકો, તોપણ તમે ખુશ રહી શકો છો. કઈ રીતે? ઈશ્વરને ઓળખવા અને તેમની નજીક જવા સમય કાઢો. (માથ્થી ૫:૩,) નીચે જણાવેલી અમુક ગોઠવણોથી તમે ફાયદો મેળવી શકો.

બાઇબલના એ ભાગો વાંચો, જેનાથી દિલાસો મળે છે

  આ કલમોથી ઘણા લોકોને દિલાસો મળ્યો છે. તમે એકબીજાને મળી શકતા નથી ત્યારે કે આઇસોલેશનના સમયે બાઇબલના ઘણા ભાગો એકસાથે વાંચવાને બદલે, અમુક જ ભાગ વાંચો. પછી એના પર મનન કરો અને પ્રાર્થના કરો.—માર્ક ૧:૩૫.

દુનિયાની હાલત આટલી ખરાબ કેમ છે એ જાણો

  જ્યારે તમે જાણશો કે આ દુનિયાની હાલત આટલી ખરાબ કેમ છે અને ઈશ્વર એને કઈ રીતે દૂર કરશે, ત્યારે તમે અઘરા સંજોગોનો સામનો સારી રીતે કરી શકશો.—યશાયા ૬૫:૧૭.

વગર કામની ચિંતા ના કરો

  નીચે જણાવેલા લેખો વાંચવાથી તમે એકલતાના સમયે થતાં તણાવને ઓછો કરી શકો અને “જીવનની ચિંતા કરવાનું બંધ કરો.”—માથ્થી ૬:૨૫.

મિત્રો બનાવો

  મિત્રો હશે તો તમે ખુશ રહી શકશો અને સારા વિચારો રાખી શકશો. જ્યારે તમે રૂબરૂ મળી શકતા ના હોય, ત્યારે ખાસ તેમના સંપર્કમાં રહો. જો તમે ઘરની બહાર નીકળી શકતા ના હોય, તો વીડિયો કોલ કે ફોન મારફતે મિત્રો સાથે વાતચીત કરી શકો અથવા નવા મિત્રો બનાવી શકો. નીચે જણાવેલા લેખો, તમને સારા મિત્રો શોધવા અને “સાચો મિત્ર” બનવા મદદ કરશે.—નીતિવચનો ૧૭:૧૭.

તંદુરસ્ત રહો

  બાઇબલ જણાવે છે કે “શરીરની કસરત”થી ફાયદો થાય છે. (૧ તિમોથી ૪:૮) કસરત કરવાથી તમને સારું વિચારવા મદદ મળશે, ખાસ કરીને આઇસોલેશનના સમયમાં. જોકે, હમણાં તમે ઘરની બહાર નીકળી શકતા નથી, તોપણ તમે તંદુરસ્ત રહેવા અમુક બાબતો કરી શકો.