સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબનું કોઈ વ્યક્તિ તમારા પર અત્યાચાર કરે ત્યારે શું?

કુટુંબનું કોઈ વ્યક્તિ તમારા પર અત્યાચાર કરે ત્યારે શું?

 વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે કે “દુનિયામાં સ્ત્રીઓ પર ઘણો અત્યાચાર કરવામાં આવે છે. આ મુશ્કેલી પણ મહામારીની જેમ ફેલાય રહી છે. એને રોકવા કંઈક પગલાં ભરવાની જરૂર છે.” આ સંસ્થા અંદાજ લગાવે છે કે દુનિયામાં પરિણીત સ્ત્રીઓ અથવા લગ્‍ન વગર પુરુષ સાથે રહેતી સ્ત્રીઓ પર જાતીય અત્યાચાર ગુજારવામાં આવે છે. લગભગ ૩૦ ટકા સ્ત્રીઓને તેમના લગ્‍નસાથી દ્વારા જ મારવામાં આવે છે. યુ.એન.ના એક અહેવાલ મુજબ છેલ્લા એક જ વર્ષમાં આખી દુનિયામાં દરરોજ ૧૩૭ મહિલાઓને મારી નાખવામાં આવે છે. એમાંથી અમુક સ્ત્રીઓને તો તેમના લગ્‍નસાથીએ જ મારી નાખી છે. તો બીજાને તેમના જ કુટુંબની કોઈ વ્યક્તિએ મારી નાખી છે. a

 દુનિયામાં સ્ત્રીઓ સાથે થતાં અત્યાચારના આંકડાઓ પરથી જોવા મળે છે કે આ સમસ્યા કેટલી મોટી છે! જોકે, એનાથી એ ખબર પડતી નથી કે આ સ્ત્રીઓ કેટલી શારીરિક યાતના વેઠી રહી છે અને તેઓના દિલ પર શું વીતી રહ્યું છે.

 શું ઘરમાં તમારી સાથે કોઈ અત્યાચાર કરી રહ્યું છે? શું તમે એવા કોઈને જાણો છો, જેની સાથે અત્યાચાર થઈ રહ્યો છે? જો એવું હોય, તો બાઇબલમાં જણાવેલી અમુક બાબતો પર વિચાર કરો. એનાથી તમને મદદ મળશે.

  વાંક તમારો નથી, તમારા સાથીનો છે

  મદદ હાજર છે

  તમે એકલા નથી

  ઘરેલુ હિંસા જલદી જ દૂર થશે

  અત્યાચારનો ભોગ બનેલાઓને કઈ રીતે મદદ કરી શકીએ

 વાંક તમારો નથી, તમારા સાથીનો છે

 શાસ્ત્ર શું કહે છે: “આપણે દરેકે ઈશ્વરને હિસાબ આપવો પડશે.”—રોમનો ૧૪:૧૨.

 યાદ રાખો: તમારી સાથે ખરાબ વર્તન કરનારનો વાંક છે, તમારો નહિ.

 જો તમારો સાથી એવું કહે કે તમારા વાંકને લીધે તે તમારા પર અત્યાચાર કરે છે, તો એ વાત ખોટી છે. પત્નીઓને પ્રેમ કરો, તેઓ પર અત્યાચાર નહિ.—કોલોસીઓ ૩:૧૯.

 જો તમારો પતિ તમારા પર અત્યાચાર ગુજારે છે, તો એના ઘણાં કારણો હોય શકે. તેમને માનસિક રોગ કે દારૂની લત હોય શકે અથવા એવા કુટુંબમાં ઉછર્યા હોય જ્યાં રોજ ઝઘડા થતા હોય. ગમે તે કારણ હોય, પોતાના એવા વર્તન માટે તેણે ઈશ્વરને હિસાબ આપવો પડશે. પોતાના વાણી-વર્તન બદલવા એ તેની જવાબદારી છે.

 મદદ હાજર છે

 શાસ્ત્ર શું કહે છે: “ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.”—નીતિવચનો ૧૫:૨૨.

 યાદ રાખો: તમે અસલામતી અનુભવતા હોવ કે શું કરવું એ સમજ ના પડે તો, બીજાઓની મદદ લો.

 શા માટે બીજાઓની મદદ લેવી જોઈએ? ઘરેલુ હિંસાને લીધે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. કદાચ તમને એ સમયે ખબર ન પડે કે તમારે શું કરવું જોઈએ. જેમ કે,

  •   તમારા રક્ષણ વિશે

  •   તમારા બાળકોના ઉછેર વિશે

  •   તમારા ઘર-ખર્ચ વિશે

  •   જીવન સાથી પ્રત્યેના તમારા પ્રેમ વિશે

  •   સાથી પોતાનું વલણ બદલે, તો તેની સાથે સંબંધ સુધારવા વિશે

 આ બધી બાબતો પર વિચાર કરવાથી તમે ગૂંચવાઈ જઈ શકો. ત્યારે કોની મદદ લઈ શકો?

 ભરોસા પાત્ર દોસ્ત અથવા કુટુંબની કોઈ વ્યક્તિ તમને હિંમત અને જરૂરી મદદ કરી શકે. તેમને તમારા દિલની વાત જણાવવાથી રાહત મળશે.

 પીડિત મહિલા વિભાગને ફોન કરવાથી તમને તરત જ મદદ મળી શકે છે. તેમને ફોન કરવાથી તેઓ તમને જણાવશે કે સલામતી માટે તમારે શું કરવું જોઈએ. કદાચ તમારો સાથી પોતાની ભૂલ સ્વીકારવા અને પોતાના વાણી-વર્તનમાં ફેરફાર કરવા માંગે છે. આ વિભાગ તેને સમજાવશે કે તેણે શું કરવું જોઈએ.

 તાત્કાલિક સહાય કરનારાઓ પાસે તમે મદદ માંગી શકો છો. તમને તાત્કાલિક મદદની જરૂર ઊભી થાય તો, ડૉક્ટર, નર્સ કે એવા તાલીમ લીધેલા લોકોની મદદ લઈ શકો છો.

 તમે એકલા નથી

 શાસ્ત્ર શું કહે છે: “દુઃખી લોકોના પડખે યહોવા b છે. કચડાયેલા મનના લોકોને તે બચાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૧૮.

 યાદ રાખો: તમને મદદ કરવાનું ઈશ્વરનું વચન.

 ઈશ્વરે વચન આપ્યું છે કે તે તમને મદદ કરશે. (૧ પિતર ૫:૭) યહોવાને તમારી ખૂબ ચિંતા છે. તે તમારી મુશ્કેલીઓ અને તકલીફો જાણે છે. તેમના શબ્દ બાઇબલ દ્વારા તે તમને દિલાસો આપે છે. તે ઇચ્છે છે કે તમે તેમને પ્રાર્થના કરો. તમે પ્રાર્થનામાં ડહાપણ અને શક્તિ માંગો, જેથી મુશ્કેલીઓનો સામનો કરી શકો.—યશાયા ૪૧:૧૦.

 ઘરેલુ હિંસા જલદી જ દૂર થશે

 શાસ્ત્ર શું કહે છે: “તેઓ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને પોતાની અંજીરી નીચે બેસશે, તેઓને કોઈ ડરાવશે નહિ, કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાના મુખમાંથી એ શબ્દો નીકળ્યા છે.”—મીખાહ ૪:૪.

 યાદ રાખો: બાઇબલ જણાવે છે કે જલદી જ એવો સમય આવશે જ્યારે ઘરમાં શાંતિ હશે. કોઈ એકબીજા પર અત્યાચાર નહિ કરે.

 યહોવા જ આ મુશ્કેલીઓનો હંમેશ માટે અંત લાવશે. બાઇબલ વચન આપે છે “ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ! ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!” (પ્રકટીકરણ ૨૧:૪) એ સમયે અત્યારની કોઈ યાતનાઓ યાદ નહિ આવે. આપણી પાસે ફક્ત સારી યાદો જ હશે. બાઇબલ આવા સુંદર ભાવિની આપણને ખાતરી આપે છે. (યશાયા ૬૫:૧૭)

a આ લેખમાં મોટાભાગે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓ વિશે જણાવવામાં આવ્યું છે. જોકે, એમાંની અમુક બાબતો પુરુષોને પણ લાગુ પડે છે.

b બાઇબલમાં યહોવા એ ઈશ્વરનું નામ છે.